歌曲 / 歌词

Vaishnav Jan To

Listen on Apple Music

歌词

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે

♪
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે
♪
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે
♪
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે
♪
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહિયે જે...